વડોદરાઃ પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના વર્તમાન સેક્રેટરી રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જીજ્ઞેશ ભટજીએ મળીને પાવાગઢ મંદિર ટ્રસ્ટની ૫૭૯ કિલો ગ્રામની ચાંદીને ગાળીને રિફાઇન્ડ કરવાનું કારણ ધરીને ચાંદી ગાયબ કર્યાના આક્ષેપો તાજેતરમાં થયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ હતી કે, આ કેસની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે. જોકે ફરિયાદીઓએ જણાવ્યું કે, આ કેસમાં તટસ્થ તપાસ થતી દેખાતી નથી.
કલોલના રહેવાસી ફરિયાદી વિરલગિરી ગોસ્વામીએ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પીટિશન દાખલ કરી આ કેસની તપાસ ગુજરાત રાજ્ય સીઆઈડીને સોંપાય એવું જણાવતા ૨૦ માર્ચે આ કેસની વધુ સુનાવણી થશે. આ સાથે મંદિરના હાલના દાતા ટ્રસ્ટી કેલાશકુમાર જક્સીભાઈ ઠાકોર દ્વારા સિવિલ પીટિશન કરી મંદિરમાં ચઢાવવામાં આવેલી ૫૭૯ કિલોગ્રામ ચાંદી ઓગાળતાં ચાંદીમાં ૭૦ ટકા જેટલી ઘટ આવતાં કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી તેમાં સત્તાધારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતા રિટ કરાઈ હતી.